રાજકોટ જીલ્લાના વિંછીયા, તેમજ ચોટીલા, ધ્રોલ, મોરબી અને રાજકોટ શહેરમાં ઉલ્ટી-ઉબકા, ધક્કા મૂકી અને થૂંકવાના બહાને રિક્ષામાં બેસેલા મુસાફરોના ખિસ્સા હળવા કરતી રીક્ષા ગેંગના ચાર શખ્સોને દબોચી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટના બે અને વાંકાનેરનો એક ગુનાનો ભેદ ઉકેલી તસ્કરો પાસેથી ત્રણ રીક્ષા મોબાઈલ અને રોકડ મળી રૂ.2.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર ધટનાની વાત કરીએ તો પોલીસમે મળેલી બાતમીના આધારે બે રાજકોટ અને વાંકાનેર સિટીમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી રીક્ષા ગેંગના ચાર શખ્સોને દબોચી મોબાઇલ 04, રોકડા રૂ. 14 હજાર અને રિક્ષા-3 ની રૂ.1.90 લાખ મળી રૂ.2.38 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાહીલ ઉર્ફે રાહુલ દિલાવર બાબવાણી , રફીક ઉર્ફે ભુરો હનીફ શેખ,ગુણવંત ઉર્ફે ગુણો રાજુ મકવાણા અને રમજાન ઉર્ફે રમજુ હુસેન રાઉમા નામના શખ્સોને દબોચી મોટી સફળતા મેળવી હતી.