ગુજરાત રાજયમાં નેફ્રોલોજીસ્ટ ડોકટરોની ત્રણ દિવસની હડતાલમાં રાજકોટ નેફ્રોલોજી એસોનાં તબીબો જોડાશે. જેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં ટ્રસ્ટ, કોર્પોરેટર, પ્રાઈવેટ હોસ્પિટલોના ડાયાલિસિસ સેન્ટરો બંધ રહેશે. જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્રના જિલ્લામાં 40 જેટલા ખાનગી ડાયાલિસિસ સેન્ટરો સાથે રાજકોટ મહાનગરમાં 10 જેટલા ખાનગી ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત જેમાં PMAJY યોજના હેઠળ મુખ્યમંત્રી અમૃત (માઁ) યોજનામાં કિડની રોગના દર્દીઓ નેફ્રોલોજીસ્ટની સલાહ મુજબ ડાયાલિસિસ કરાવે છે. સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસિસની સેવા ઉપલબ્ધ છે. સરકારે અમૃતમ (માઁ) યોજનાના કાર્ડના ખર્ચમાં વધારાના બદલે ઘટાડો કરતા નેફ્રોલોજીસ્ટ તબીબોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે.રાજકોટ શહેરમાં દર મહિને 10 જેટલા ખાનગી ડાયાલિસિસ સેન્ટરોમાં 5 થી 7 હજાર દર્દીઓ ડાયાલિસિસ કરાવે છે. જેમને તા.14 થી 16 દરમિયાન ડાયાલિસિસની જરૂર પડશે.તેમને ના છુટકે સિવિલ હોસ્પિટલમાં જવાની ફરજ પડશે.