રાજકોટમાં ગત 27મી એપ્રિલના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં આયોજકો વિવાદમાં સપડાયા છે. 555 નવવધૂઓને આણામાં આપવામાં આવેલા સોનાના દાગીના નકલી નીકળ્યા છે.. સુરેન્દ્રનગરના એક પરિવારે જ્વેલર્સ પાસે તપાસ કરાવતા આ છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો, જે બાદ પોલીસ કમિશનર કચેરીમાં કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી અને કુવાડવાના ઉદ્યોગપતિ પીન્ટુ પટેલ સામે અરજી કરવામાં આવી છે. પીડિત પરિવારો આયોજકોના ‘સમજણફેર’ના ખુલાસાથી નારાજ છે અને આ ઘટનાને બેદરકારી તથા છેતરપિંડી ગણાવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે આ ઘટના રાજકોટના સામાજિક વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.