હીરાસર એરપોર્ટથી રવાના થઈ તેઓ રેસકોર્સ મેદાને સભાસ્થળે પહોંચ્યા હતા. રાજકોટ અને સૌરાષ્ટ્રના નેતાઓ દ્વારા નરેન્દ્ર મોદીનું વિવિધ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. બાદમાં તેમણે કેકેવી ચોક પર ફ્લાયઓવર બ્રિજ સહિત સૌરાષ્ટ્રના 2033 કરોડનાં કામોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેઓજાહેરસભા સંબોધવા રેસકોસ ખાતે પહોંચ્યા હતા ત્યાં તેઓનું ત્રણ-ત્રણ પ્લેનની ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું,જેમાં રાજકોટ ઇમિટેશન એસોસિયેશન દ્વારા હીરાજડિત કાર્ગો તેમજ પેસેન્જર પ્લેન અને જસદણના કારીગરો દ્વારા અટારી કારીગરીથી શણગારેલું અદભુત પ્લેન અર્પણ કરવામાં આવશે. આ ત્રણેય પ્લેન બનાવવા માટે અનેક કારીગરોએ એકાદ અઠવાડિયા કરતાં પણ વધુ સમય મહેનત કરી હતી.ત્યાર બાદ તેઓએ સભા સંબોધી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કેમ છો બધા, સુખમાં ને. અમારી સરકારે મોંઘવારી ઘટાડી ન હોત તો દૂધ આજે 300 રૂપિયે લિટર અને દાળ 500 રૂપિયે કિલો હોત, આ જ સુશાસનનું મોડલ છે. તેમજ તેઓએ જણાવ્યું હતું કેબેંક તમારા મોબાઈલ ફોનમાં છે. કોઈને યાદ નહીં હોય કે છેલ્લે તેઓ બેંકે ક્યારે ગયા હતા. પહેલા લોકો બેંક માટે લાંબી લાઈન લગાવતા હતા. મિડલ ક્લાસના લોકો પાસે ઘર હોય તેવી પહેલાની સરકારને ચિંતા નહોતી. પણ અમે ગરીબ લોકોનું સપનું સાકાર કર્યું છે. 18 લાખ આવક ધરાવતા લોકોને પણ મદદ કરી છે. ગુજરાતમાં પણ 60 હજાર પરિવારે કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લીધો છે. કોઈ કાયદા-કાનૂન નહોતા પણ અમારી સરકારે રેરા કાનૂન બનાવ્યો. જેનાથી લાખો રૂપિયા લૂંટવાથી લોકો બચે છે. આ સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટે મને બહુ બધુ શીખવ્યું છે, પહેલીવાર મને ધારાસભ્ય બનાવ્યો હતો. લીલી ઝંડી દેખાડવાનો મોકો મને રાજકોટે આપ્યો. આજે રાજકોટમાં નવું એરપોર્ટ બનતા દુનિયાના શહેરોની સીધી ફ્લાઈટ સંભવ થશે. આથી પૂરા ક્ષેત્રને લાભ થશે. એકવાર મેં કહ્યું હતું કે, મારું રાજકોટ તો મિનિ જાપાન બની રહ્યું છે. પણ આજે એ શબ્દો તમે સાચા કરી બતાવ્યા છે. અમારી સરકારમાં મિડલ ક્લાસ અને નિયો મિડલ ક્લાસ પર ધ્યાન કેન્દ્રીત છે. વિદેશથી લોકો આવતા હતા ત્યારે તેના મનમાં સવાલ ઉઠતા કે આપણા દેશમાં ક્યારે વિદેશ જેવી સુવિધા મળશે. પરંતુ 9 વર્ષમાં અમે તમામ સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. 2014માં 4 શહેરમાં મેટ્રો સ્ટેશન નેટવર્ક હતા. આજે 20 શહેરમાં મેટ્રો સ્ટેશન નેટવર્ક છે. હવાઈ સેવામાં ભારતે નવા વિકાસને ઉંચાઈ આપી છે. આજે 1 હજાર વિમાન ઓર્ડર બુક છે. ગુજરાતની ચૂંટણી સમયે મેં કહ્યું હતું કે, ગુજરાત પ્લેન પણ બનાવશે, આજે ગુજરાત એ દિશામાં આગળ વધી રહ્યું છે.આ સાથે રાજકોટને પ્રથમ ડબ્બલ ડેકર ઓવેરબ્રિજ અને પ્રથમ ઇન્ટરનેશનલ એરપોર્ટ મળતા ભાજપના કાર્યકરોએ પોતની ખુશી વ્યકત કરી હતી.
રાજકોટ સભા સ્થળે પીએમ મોદીનું આગમન, મહાનુભાવો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કરાયું ભવ્ય સ્વાગત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -