રાજકોટમાં આજે વહેલી સવારે સાત વાગ્યાથી IT વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ પર સોનીબજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ, અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ પર તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલા ફ્લેટ અને પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ આઈટી વિભાગે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું.તેમજ આ બંનેના બંગલા અને શોરૂમ સહિત આશરે 18 જેટલાં સ્થળે આઇટી વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવીહતી. એને લઈને કરચોરી કરતા સોની વેપારીઓ તેમજ બિલ્ડરોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.