રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ નાબુદી અભિયાન અંતર્ગત પોલીસ હેડકવાટર્સ ખાતે સેમિનાર યોજાયો હતો. રાજકોટ શહેરમાં NDPS ના કેસોમાં અગાઉ આરોપીઓ પકડાયા હતા તેમનામાં પરિવર્તન આવે તેની સમજણ માટે સેમિનારમાં યોજાયો હતો. રાજકોટ શહેરના 133 આરોપીઓને પોલીસ હેડ કવાટર્સ ખાતે બોલાવી કાઉન્સિલિંગ કરાયું હતું. ડ્રગ્સ વહેંચતુ કોઈ જણાઈ તો શહેર પોલીસનો સંપર્ક કરવા રાજકોટ પોલીસ કમિશ્નરે અપીલ કરી હતી. NDPS ડ્રગ્સ અને નશા મુક્તિ માટે અનેક જગ્યાએ કાર્યક્રમ કરી રહ્યાં છે. ત્યારે વધુ એક કાર્યક્રમ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યો જેનો મુખ્ય ઉદેશ્ય યુવા વર્ગને ડ્રગ્સના દુષણ થી દૂર રાખવાનો છે.