રાજકોટ શહેરમાં છેલ્લા સપ્તાહમાં આરોગ્ય વિભાગના ચોપડે શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના ૪૦૦થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળાના એકપણ દર્દી નોંધાયો નથી. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ છેલ્લા સપ્તાહમાં મેલેરીયાનાં એક કેસ તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે સીઝનમાં મેલેરીયાના ૫, ડેન્ગ્યુના ૧૬ તથા ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે. શરદી-તાવના ૪૦૦ થી વધુ કેસ શહેરમાં શરદી-ઉધરસના કેસ ૩૦૬ તેમજ સામાન્ય તાવના ૪૭ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૮૩ સહિત કુલ ૪૩૩ દર્દીઓ નોંધાયા હતા. મચ્છર ઉત્પતિ સબબ ૨૮૧ ને નોટીસ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૧,૧૬૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૮૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૨૮૧ લોકોને નોટીસ પાઠવી છે.