રાજકોટમાં દિવ્યાંગ બાળકો દ્વારા રચનાત્મક પ્રવૃત્તિ થકી મહેનતની કમાણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજકોટમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ શહેરમાં કાર્યરત સેતુ ફાઉન્ડેશન સંસ્થાના 12 દિવ્યાંગ બાળકો દ્વારા સતત સાતમાં વર્ષે વિવિધ પ્રકારની 4000થી વધુ રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત સેતુ ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક જાગૃતિબેન ગણત્રાએ સિટિ ન્યૂઝ સાથે ની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે એપ્રિલ મહિનાથી અમારા બાળકો રાખડી બનાવવાનું શરૂ કરી દેતા હોય છે અને આજે સતત સાતમાં વર્ષે અમારા 12 બાળકો દ્વારા 35,000થી વધુ રાખડી બનાવી દેવામાં આવી છે અને હજુ પણ 500થી 1000 એટલે કે કુલ 4500 જેટલી રાખડી બનાવવામાં આવશે અને ‘નફો થશે તેની રકમ બાળકો વચ્ચે જ વહેંચી દેવામાં આવશે‘ તેમજ જો કોઈ લોકો દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડી ખરીદી કરવા ઇચ્છતા હોય તો તેઓ રાજકોટમાં રજપુતપરા સ્થિત લોધાવડ પોલીસ ચોકીની સામે આવેલા જૈન બાલાશ્રમની મુલાકાત લઈ ત્યાંથી ખરીદી કરી શકે છે. જેનાથી બાળકોને પ્રોત્સાહન મળશે અને આ બાળકોને વધુમાં વધુ નફો મળી શકશે.