રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૫-૦૮-૨૦૨૩ના રોજ ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હાઇરાઇઝ બિલ્ડીંગ,ક્લાસીસ જેમાં હાઇરાઇઝ બિલ્ડીંગ(૧) સીટી સેલેનિયમ, ડી માર્ટ પાછળ, કુવાડવા રોડ, (૨) તીર્થ એપાર્ટમેન્ટ, માધાપર ચોકડી, જામમનગર રોડ, રાજકોટ તથા ત્રણ ક્લાસીસ (૧) ઇન્ફોબીટ એજયુકેશન, (૨) ગેલેકસી કલાસીસ, (૩) એલીગન્ટ ઇંગ્લીશ એકેડમી,રાજકોટ ટયુશન કલાસીસ તથા તા. ૦૬/૮/૨૩ના રોજ નવ હોસ્પીટલ જેવી કે (૧) ડૉ.અગ્રવાલ હેલ્થ કેર અને ધૃવ આંખની હોસ્પિટલ, ધૃવ હાઉસ, રાષ્ટ્રીય શાળા સામે, (૨) ભક્તિ વુમન્સ હોસ્પિટલ, બાપા સીતારામ ચોક, મવડી (૩) વોંકહાર્ટ હોસ્પિટલ, કાલાવડ રોડ, (૪)સ્ટરલીગ હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, (૫) રાધે હોસ્પિટલ, રૈયા રોડ, (૬) ડૉ.નિમિશ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, (૭) મારકણા હોસ્પિટલ, વાણીયાવાડી મેઇન રોડ, (૮) ગિરીરાજ હોસ્પિટલ, કુવાડવા, (૯) શૈશવ હોસ્પિટલ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલ અને તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.