રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક ચોક નજીક આવેલ શ્રી દ્વારકાધીશ હાઈટ્સ સોસાયટીમાં સતત ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે ગણપતિ બાપા આશન પર બેસી શિવલિંગની પૂજા કરતા હોય તે રીતનું સ્વરૂપ બિરાજમાન છે. આ સાથે ડેકોરેશનમાં પર્વત તૈયાર કરવામાં આવેલ છે જેમાં ગાય ગોવાળિયા હાથી ઘોડા મોર પોપટ સહીત મૂર્તિની બન્ને બાજુએ રિદ્ધિ સિદ્ધિજી પણ મુકવામાં આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 દિવસનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બાળકો માટે વેશભૂષા, ડાન્સ, રાસ-ગરબા, આરતી થાળી કોમ્પિટિશન, ડ્રોઈંગ કોમ્પિટિશન, 56 ભોગ તેમજ સત્યનારાયણ કથા સહીત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. પાંચમા દિવસે બાપાને વાજતે ગાજતે વિદાય આપવામાં આવશે..