રાજકોટમાં શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે સિટી ન્યૂઝ દર્શકો માટે લઈને આવ્યું છે સાંઇધામ સેવ સમિતિ દ્વારા સંચાલિત 32 વર્ષ જૂના શંખેશ્વરમહાદેવ મંદિરના દર્શનની ઝાંખી 32 વર્ષ જૂના શંખેશ્વર નર્મદેશ્વર મહાદેવ મંદિરે દરરોજ હજારો ભક્તો દેવાધિદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મંદિર ખાતે શ્રાવણ માસમાં દર અનોખો શણગાર કરવામાં આવે છે આ ઉપરાંત આખો શ્રાવણ મહિનો દરરોજ દીપમાળા પણ કરવામાં આવે છે તેમજ આ મંદિરે સ્થાનિક લોકોના સાથ અને સહકારથી રામનવમી, જન્માષ્ટમી, હનુમાન જયંતી સહિતના તમામ તહેવારો ધામધૂમપૂર્વક ઉજવાય છે તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહ, શિવપુરાણ સહિતના આયોજન પણ કરવામાં આવે છે