આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જેને લઈને દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સનાતન ધર્મ રક્ષક સમિતિએ રાજકોટના વિરાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મીની અયોધ્યા ઊભું કર્યું છે. આ મિની અયોધ્યામાં ભગવાન રામ તેમજ હનુમાનજીનાં 28 ફૂટના કટઆઉટ મુકવામાં આવ્યા છે. તેમજ 150 ફૂટનાં સ્ટેજ પર રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આગામી તારીખ 17થી 22 દરમિયાન અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર ઐતિહાસિક મહોત્સવનો લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
રાજકોટ વિરાણી ગ્રાઉન્ડમાં વિશાળ સ્ટેજ પર હૂબહૂ અયોધ્યા મંદિર બનાવ્યું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -