રાજકોટ
જુલાઇ ૨૦૨૩ના માસમાં વિવિધ કન્ટ્રીનાં કુલ ૧૪ વિદેશી મુલાકાતીઓ સહિત ૩૮૯૪ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી. મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જુલાઈ ૨૦૨૩માં ૩૮૯૪ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૧૩ સ્કુલના ૧૫૯૫ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૬૭,૫૭૭ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.
ઉપરાંત જુલાઈ ૨૦૨૩નાં માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.
મહાનુભાવોની વિગત:
શ્રીમતી સંગીતા યાદવ, એમ.પી. રાજ્યસભા (તેમની ટીમ) : ૧૫
ડી.આઈ.જી. શ્રી એસ.પી.મોદી (તેમની ટીમ) : ૦૩
વિદેશી મુલાકાતીઓની વિગત:
સાઉથ સુદાન : 2
જાપાન : 2
મલેસિયા : 2
યુકે : 3
સાઉથ આફ્રિકા : 2
ઓસ્ટ્રેલીયા : 3