રાજકોટમાં નવરાત્રીની તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.ત્યારે રાજકોટવાસીઓને નવરાત્રીમાં થનગનાટ કરાવવા દિલ્હી-લુઘીયાણાના DJ અને ગુજરાતી કલાકારો મેદાને આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં ખેલૈયાઓ નવરાત્રિને લઈને થનગની રહ્યા છે. ત્યારે રાજકોટમાં તો નવરાત્રી પહેલા જ વેલકમ નવરાત્રીના આયોજનો શરૂ થઈ ચૂકી છે. જે અંતર્ગત રાજકોટના મધુરમ કલબ દ્વારા DJ WARનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હી, લુધિયાણા, ચંદીગઢના DJ રાજકોટવાસીઓને થનગનાટ કરાવવા પહોંચી ગયા હતા. તેમજ D.J. વોરમાં આ વખતે ગરમા ગરમ શિરો, ટીટોડો, ભગવા રંગ સહિતના ગુજરાતી ટ્રેન્ડિંગ સોંગ સાથે બૉલીવુડના ટ્રેન્ડિંગ સોંગ અને પંજાબી સોંગનું મિક્સઅપ સાંભળવા મળ્યું હતું. આ ઉપરાંત D.J. વોરના આ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ અભિનેત્રી રીતુ શિવપુરી હાજર રહેતા મેદાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો ધેલા બન્યા હતા.