રાજકોટમાં એક અઠવાડિયા પૂર્વે યુનિવર્સિટી રોડ આવેલી ભોગ બનનાર યુવતી જ્યાં નોકરી કરે છે તે ડીઓડેપ કંપનીની ઓફિસમાં જવલનશીલ પદાર્થ છાંટીને બુકાનિધારી શખ્સે આગ લગાડી ભારે નુકશાન કર્યું હતું.જે તે સીસીટીવીમાં કેદ આરોપીને યુનિવર્સિટી પોલીસે ઝડપી લઈ જેલહવાલે કર્યો હતો.
જે તે સમયે સીસીટીવીમાં કેદ થનાર અને હાલ જેલહવાલે રહેલો આરોપી કોઈ અધિકારી નહીં હોવાનો ભાંડો ફૂટતા એક અઠવાડિયા બાદ નોકરિયાત યવુતિએ તેના વિરુદ્ધ નકલી અધિકારીની ઓળખ આપી દુષ્કર્મ આચાર્યાનો બનાવ પ્રદ્યુમન નગર પોલીસના ચોપડે નોંધાયો છે.આરોપીનો જેલમાંથી કબજો લેવા તજવીજ હાથ ધરાઈ છે આ બનાવમાં પ્રદ્યુમનનગર પોલીસે ભોગ બનેલી યુવતિની ફરિયાદ પરથી ગંજીવાડામાં રહેતાં દેવરાજ વાલજી ગોહેલ વિરૂધ્ધ દૂષ્કર્મનો ગુનો નોંધ્યો છે.પ્રદ્યુમન નગર પોલીસ તપાસ કરતાં આરોપી હાલ યુનિવર્સિટી પોલીસના જેલમાં હોવાનું ! ગુનામાં જેલમાં હોવાનું ખુલ્યું ખુલ્યું હતું. યુવતિ હાલમાં જ્યાં નોકરી કરે છે તે સ્થળે આ શખ્સે રાત્રીના સમયે માસ્ક પહેરી આગ લગાડી હતી. આ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવતાં પોલીસે તેને પકડીને કોર્ટમાં રજૂ કરતાં જેલમાં ગયો હતો. હવે બળાત્કારના ગુનામાં તેનો કબ્જો મેળવવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.