હવસખોરો ગમે ત્યારે શૈતાનીયત આચરતાં હોય છે. આવી ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. એવામાં ધોબી કામની દૂકાન ચલાવતાં 58 વર્ષના શખ્સે 4 વર્ષની બાળાને લોલીપોપ ચોકલેટની લાલચ આપી દૂકાનમાં લઇ જઇ દૂષ્કૃત્ય આચરતાં ખળભળાટ મચી ગયો છે. બાળાએ પોતાની સાથે જે બન્યું તેની જાણ વાલીઓને કરતાં બધા ચોંકી ગયા હતાં. જો કે આ ઘટનામાં બાળાના વાલીઓએ તુરત જ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે તત્કાળ ગુનો દાખલ કરી આરોપીને સકંજામાં લઇ લેવાની કાર્યવાહી કરી છે.