રાજકોટના ત્રિકાણબાદ નજીક આવેલ લાખાજીરાજ રોડ પર વેપારીઓને અગાઉ પાથરણા વાળાઓ સાથે વિવાદ થયો હતો અને ત્યારબાદ અહીં ટ્રાફિક પોલીસ દ્વારા પણ વાહનોને ટોંઇગ કરવામાં આવ્યા હતા. જેના કારણે અહીં વેપાર કરતા વેપારીઓને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે વેપારીઓ દ્વારા હવે આવા નાવા મોટા પ્રશ્ને લડત ચલાવવા માટે એક એસોસિએશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે સર લાખાજીરાજ વ્પાપારી એસોસિએસની આજે પ્રથમ સાધારણ સભા યોજાઇ હતી. તેમજ એસોસિએસના નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે મૌલીકસિંહ વાઢેર અને ઉપપ્રમુખ તરીકે હરીભાઇ દેસાઇની નિમણુંક કરાઇ છે.