રાજકોટની મુખ્ય બજાર લાખાજીરાજ વિસ્તારમાં આવેલ શાલીમાર કોમ્પ્લેક્ષની હરદેવ દુકાનમાં ગઈકાલે બે મહિલાઓએ રૂા.3500ના બાંધણીના દુપટ્ટાની ચોરી કરી હતી. દુકાનદાર જયેશભાઈ તનવાણી જયારે દુકાનમાં આવેલ એક ગ્રાહકને અન્ય વસ્તુ બતાવતા હતા ત્યારે બે મહિલાઓએ હાથ સફાયો કરી કોઈનું ધ્યાન ન પડે તેમ દુકાનમાંથી નાસી ગયેલ હતી. જેથી આ બાબતે પૂછપરછ કરતાં દુકાનદાર જયેશભાઈના જણાવ્યા મુજબ રાત્રે અંદાજે 8 કલાકે બે મહિલાઓ દુકાનમાં પ્રવેશી વસ્તુ જોવાના બહાને દરવાજા પર લાગેલ રૂા.3500નો દુપટ્ટો ખેંચી પોતાની થેલીમાં નાખી દીધો અને કોઈનું ધ્યાન પડે તે પહેલા નાસી ગઈ હતી. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અનેકોવાર ચોરીની ઘટનાઓ બને છે. મારી દુકાનમાં ત્રીજીવાર ચોરીની ઘટના બની છે. આ અગાઉ રૂા.3200નો દુપટ્ટો ચોર્યો હતો. અને તેના થોડા સમય બાદ રૂા.9000ની કિંમતની બે બાંધણીની સાડીઓ ચોરાઈ હતી. પરંતુ સાડી ચોરી ગયેલ બહેનોને ભૂલનું ભાન થતા પરત કરી ગયા હતા. તેમજ આ અંગે કાપડના એસોસીએશનના પ્રમુખ ડેનીભાઈ પારવાણીને રજૂઆત કરી હતી અને તેઓએ ઉચ્ચ અધિકારીઓને ફરીયાદ કરવાની બાહેધરી આપી હતી. ગત રાત્રે 8 વાગ્યે ચોરીની ઘટના બની હતી. ત્યારબાદ દુકાનદારને ઘટનાની જાણ થતા તેઓએ સીસીટીવી કેમેરામાં તપાસ કરી હતી. જેનો વીડીયો બનાવી વેપારીએ વાયરલ કરતા થોડા જ સમયમાં આ વાયરલ વીડિયો ચોરી કરનાર મહિલાઓ સુધી પહોંચી ગયેલ અને મહિલાને પકડાઈ જવાનો ડર તેમને ભૂલનો પસ્તાવો થતા રાત્રે 12-30 વાગ્યાની આસપાસ દુપટ્ટો વેપારીને પરત કર્યો હતો.
રાજકોટ લાખાજીરાજ રોડ પર હરદેવ દુકાનમાં બે મહિલાઓએ કરી ચોરી; સમગ્ર ઘટના cctvમાં કેદ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -