ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવા બાદ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો હાલ નથી મળી રહ્યા એવામાં બીજી તરફ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજકોટ સહિતના યાર્ડમાં એક કિલો લસણના ભાવ 400થી 500 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે. જ્યારે સારી કવોલેટીનું લક્ષણ રૂ.500 કરતા વધુ કિંમતના સુધીમાં વહેંચાઈ રહ્યું છે. એવામાં છૂટક બજારમાં પણ લસણના ભા આસમાને પહોંચ્યા છે. યાર્ડમાં એક તરફ નવા લસણની આવક નથી તેના કારણે જુના લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આગામી બે મહિના સુધી બજારમાં હજુ પણ નવું લસણ આવશે નહીં તેના કારણે આ ભાવ વધારો યથાવત રહે તેવું પણ વેપારીઓ જણાવી રહ્યા છે