23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: રાજયનાં એસ.ટી. બસ સ્ટેન્ડો ઉપર ‘બુકીંગ’ ખાનગીકરણનો નિર્ણય તાકીદે મોકુફ


રાજકોટ એસ.ટી. નિગમ દિન-પ્રતિદિન જે રીતે અદ્યતન બની રહ્યું છે તેની સાથોસાથ પાછલા બારણે એસ.ટી.ની વિવિધ સેવાઓનું ખાનગીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ એસ.ટી. નિગમનાં સતાવાળાઓએ રાજકોટ સહિત રાજયભરનાં બસ સ્ટેન્ડો ઉપર કાઉન્ટર બુકીંગ અને કરંટ બુકીંગ માટે એસ.ટી.ના કર્મચારીઓને હટાવી તેના સ્થાને ખાનગી એજન્સીઓને બુકીંગનો કોન્ટ્રાકટ આપવાનો અને આ નિર્ણયની ચાલુ માસનાં અંતથી જ અમલવારી કરવાનું નકકી કરી આ અંગે ખાસ પરિપત્ર પણ બહાર પાડી દેવાયો હતો. જોકે આ બાબતે ગુજરાત રાજય એસ.ટી. નિગમના સૌથી મોટા કર્મચારી મહામંડળને જાણ થતા મંડળે આ ખાનગીકરણ અંગે સખ્ત વિરોધ દર્શાવી અને ઉગ્ર લડતની નોટીસ એસ.ટી. નિગમને ફટકારી હતી. આ નોટીસની પણ એસ.ટી. નિગમના સતાવાળાઓએ ગંભીર નોંધ લઈ અને હાલ તાત્કાલીક ખાનગી એજન્સીઓને બુકીંગનો કોન્ટ્રાકટ નહીં આપવાનું અને અમલવારી મોકૂફ કર્યાનું નકકી કયુર્ં હોવાનું જાણવા મળેલ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -