રાજકોટના રાજનગરચોક માલવિયા વિસ્તારમાં માથાકૂટ થઇ હોવાનું સામે આવ્યું છે. જેમા અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક લાગણીને ઠેસ પોંહચાડવાની ચર્ચા સામે આવી છે. અસામાજિક તત્વના એક ટોળાએ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા માટે ધાર્મિક તસ્વીરોને આગ ચાંપી હોવની ચર્ચા છે જેને પગલે રાહદારીએ અગ્નિચાંપનો વિરોધ કર્યો હોવાનું સમે આવ્યું છે. ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચતા રાહદારીએ વિરોધ કરી અને પોલીસને જાણ કરી અને માલવિયાનગર પોલીસ અને SRPની ટુકડી ઘટના સ્થળ પર પહોંચી તણાવની સ્થિતિ સર્જાય તે પહેલા પોલીસ અને SRPની ટીમ દ્વારા સમગ્ર મામલો સ્થાનિક આગેવાનોને બોલાવી થાળે પાડ્યો હતો.