આવતીકાલથી રંગીલા રાજકોટની આગવી ઓળખ સમાન રસરંગ લોકમેળાનો પ્રારંભ થનાર છે. તારીખ 9 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ લોકમેળા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં 178 રમકડાંનાં સ્ટોલ, ખાણી-પીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 4 પ્લોટ, નાની ચકરડીના 48 પ્લોટ સહિત કુલ 355 સ્ટોલ અને પ્લોટ ઉભા કરવામાં આવ્યા છે. આ લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ 1200થી વધુ પોલીસ જવાનો તેમજ 100 કરતા વધુ સિક્યુરિટી સ્ટાફનો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોની સુરક્ષા માટે આ લોકમેળાનો રૂ. 4 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે.તેમજ ચાર જગ્યાએ જાહેર શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજાને જુદી જુદી 17 જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજુરી અપાશે. તેમજ લોકમેળાની આવક વિકાસકામો માટે ખર્ચવામાં આવશે