રઘુવંશીઓના આરાધ્યા દેવ એવા શ્રી રામચંદ્ર ભગવાનનું પ્રતીક શ્રી રામ ધામનું નિર્માણ પામી રહ્યું છે. ત્યારે જાલીડા રામધામ ખાતે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાનું મંદિર વીર દાદા જસરાજજીનું મંદિર અને ગૌશાળા અને અનેક પ્રવૃત્તિઓ ત્યાં સાકાર પામી રહ્યું છે. જેને લઇને રાજકોટમાં પણ આ પ્રસંગને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી તારીખ ૧૬/૨ થી ૧૯/૨ સુધી એમ ૪ દિવસનો ૧૦૮ રામ યજ્ઞ કુંડ તથા ભૂમિ પૂજનનું આયોજન રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવ્યુ છે. જ્યારે જાલીડા ખાતે સમગ્ર ભારતમાંથી ગામ ગામેથી જલ અને માટીનું પણ આગમન થઈ રહ્યું છે અને રામ શિલાન્યાસનો પૂજન અર્ચન અને આરતીઓ ગામેગામ જ્યારે થઈ રહી છે ત્યારે રાજકોટ રઘુવંશી પરિવાર મહિલાઓ દ્વારા પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરેલ છે રાજકોટ થી મોટી સંખ્યામાં બહેનો વાંકાનેર ખાતે એક વિશાળ જળયાત્રામાં જોડાઈને જાલીડા ખાતે જશે. જેના અનુસંધાને રઘુવંશી મહિલા પરિવાર દ્વારા તમામ રઘુવંશી બહેનો માટે આજે કરણપરા લોહાણા મહાજન વાડી ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં મોટા પ્રમાણમાં બહેનો જોડાઇ હતી અને આગામી કાર્યક્રમ અંગેની ચર્ચાઓ કરી હતી.