રાજકોટનાં 50 વર્ષ કરતા વધુ જૂના ઐતિહાસિક એવા સાંઢિયા પુલનાં નવીનીકરણનો રસ્તો સાફ થયો છે. આ માટે અગાઉ રેલવે વિભાગ સાથે કેટલાક મતભેદો હતા. જોકે, આ તમામ અડચણો પાર કરી નવો ફોરલેન બ્રિજ બનાવવા માટે મહાનગરપાલિકાએ સંપૂર્ણ તૈયારી કરી હતી. ફક્ત ટેન્ડર કરવાનું બાકી હતું. પરંતુ બ્રિજ બનાવવા માટે પુલની બંને બાજુ ડાયવર્ઝન અને સર્વિસ રોડ બનાવવામાં ભોમેશ્વર સાઈડમાં અમુક જગ્યા માટે વર્ષો જૂના મંદિરનો અમુક ભાગ રોડમાં લેવો જરૂરી છે. આ માટે રાજવી પરિવાર પાસે મંજૂરી માગવામાં આવી હતી. પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ નહીં અપાતા મનપાએ આખો રોડ લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ (LOP)માં મૂકતા બ્રિજનાં નવીનીકરણનો રસ્તો સાફ થયો છે. ટૂંક સમયમાં આ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવશે.