રાજકોટ મોટા મવા બ્રીજ મુદ્દે મેયર ડો.પ્રદીપ ડવએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પુલના અલગ અલગ બે સેમ્પલ લેવામાં આવ્યા હતા એક સાત દિવસે અને બીજું 28 દિવસે લેવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકાના ઇજનેરોએ બે સેમ્પલ લીધા હતા અને બંને સેમ્પલ ફેઇલ ગયા હતા. તેમજ મહાનગરપાલિકામાં કોઈ પણ કામ થાય ત્યારે મટીરીયલનું ચેકિંગ કરવામાં આવે છે. આ સાથે બંને સેમ્પલ ફાઇલ જતા મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન એજન્સીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે વિકાસના કામોમાં મહાનગરપાલિકા ક્યારેય બાંધ છોડ કરતી નથી. તેમજ જો આગળ જતા પણ આ બેકબોન કંપની દ્વારા આ પ્રકારનું નબળું કામ કરાશે તો કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટે પણ નિર્ણય કરાશે