શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનનો આતંક યથાવત છે. માત્ર પાંચ વર્ષના બાળક પર ચાર પાંચ ડાઘીયા શ્વાને હુમલો કરી હાથ, પીઠ અને ગળામાં બચકા ભર્યાનો બનાવ સામે આવ્યો હતો. જ્યારે થોડા સમય પહેલા જ જંગલેશ્વર વિસ્તારમાં એક માસુમ ફૂલ જેવી બાળકીને શ્વાનના ઝુંડે બચકા ભરી ફાડી ખાતી હતી. જે બાદ પણ મહાનગરપાલિકા કોઇ નિવારણ લાવી શકી ન હતી. પરંતુ આજે માસ્ટર સોસાયટીમાં બનેલી ઘટના બાદ મનપાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હુમલો કરનાર 3 જેટલા શ્વાનોને પકડીને લઈ જવાયા છે. Rmcના ડોગ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે.