અમરેલીના કણકોટની નિરાલી પર રેલનગરમાં માવતરના ઘર પાસે પતિ ધર્મેશ દ્વારા છરીથી હુમલો કરવામાં આવ્યો હવાની ઘટના સામે આવી છે. નિરાલીબેન રાજકોટ રેલનગર ભગીની ટાઉનશીપમાં માતા રેખાબેન, પિતા ડાયાભાઇ સિતાપરાના ઘરે રોકાઇ હોઇ ત્યારે ગત સાંજે તે અહિથી બહાર દૂધ લેવા માટે નીકળી ત્યારે છુપાઇને બેઠેલા પતિ ધર્મેશે છરી સાથે ધસી આવી હુમલો કરી દેતાં દેકારો મચી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં પતિ ભાગી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં નિરાલીબેનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીએ કહ્યું હતું કે મારા લગ્ન ધર્મેશ સાથે ચાર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્રી છે. અમે અમરેલીના કણકોટ ગામે રહીએ છીએ. પણ હાલ પતિ સુરત તેના માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો છે. પંદરેક દિવસ પહેલા પતિ જ મને મારા માવતરે મુકી ગયો હતો. તે હાલમાં કામધંધો કરતો ન હોઇ મારા મમ્મીએ તેને આ બાબતે ઠપકો આપતાં તે મને મુકીને જતો રહ્યો હતો. ગત સાંજે હું દૂધ લેવા નીકળી ત્યારે મારા મમ્મીએ ઠપકો આપ્યો હોઇ તેનો ખાર રાખી મારા પર હુમલો કર્યો હતો. નિરાલીબેને આક્ષેપ કર્યો હતો કે મારા પર ખોટી શંકા કરીને તે હેરાન પરેશાન કરે છે. અગાઉ પણ આ રીતે એક શખ્સ સાથે મારુ નામ જોડીને એ શખ્સ પર તેણે હુમલો કર્યો હતો. એચએએલ, તો પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -