રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં સાત દિવસની હડતાલ બાદ આજથી ફરી કામકાજ શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જીરાના વેપારીઓ દ્વારા થયેલી આશરે ₹17.19 કરોડની છેતરપિંડીના વિરોધમાં કમિશન એજન્ટોએ હડતાલ કરી હતી, જેના કારણે ₹250 કરોડથી વધુનું ટર્નઓવર અટકી ગયું હતું. જો કે, યાર્ડના સત્તાધીશો દ્વારા ત્રણ-ચાર મહિનામાં નાણાં પરત મળવાની ખાતરી મળતા અને પોલીસે આરોપીઓની ધરપકડ કરતા કમિશન એજન્ટોએ હડતાલ પાછી ખેંચી હતી, જેના પગલે આજથી હરરાજી સહિતની કામગીરી ફરી શરૂ થઈ છે અને ખેડૂતોને તેમના માલના વેચાણ માટે રાહત મળી છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -