રાજકોટ મહાનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સહ સરકાર્યવાહ મનમોહન વૈદ્યની ઉપસ્થિતિમાં કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ યોજાયો. આ કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ બાદ RSS દ્વારા પથ સંચલન કરવામાં આવ્યું. જે રાજકોટના રેસ કોર્સ રીંગ રોડ વિસ્તારમાં થયું હતું. શહેરના ભાજપ દ્વારા પથ સંચલનનું સ્વાગત કરાયું હતું. સહ સરકાર્યવાહ મનમોહન વૈદ્યએ કરી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે સંઘ શતાબ્દી મોહત્સવ ના ભાગરૂપે કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ
યોજાઈ રહ્યો છે જેમાં સામાજિક સમરસ્તા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી જાગરણ, પર્યાવરણ, નાગરિક બોધ પર સંઘની પ્રાથમિકતા આપવામાં આવી છે. બામપંતી વિચારધારા ને રોકવા સંઘ કટીબદ્ધ છે. નવી પેઢી ને સંઘની વિચાર સાથે જોડવા કાર્યક્રમ યોજાયો. સંઘના કાર્યો જનજન સુધી પહોંચાડવા સંઘનું આયોજન હતું.