રાજ્યમાં સૌપ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાને લઈને મોટાપાયે તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં વિજેતા સ્પર્ધકોને રૂ. 50 લાખથી વધુના ઈનામો પણ આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોગ બોર્ડની રચના કરવામાં આવેલી છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર રાજ્યમાં યોગનો વ્યાપ વધે, લોકો નિરોગી રહે તેમજ દેશના નાગરીકો સ્વસ્થ અને નિરોગી રહે તેને પ્રોત્સાહન આપવાનો છે. આ હેતુથી સમગ્ર રાજ્યમાં યોગનો પ્રચાર- પ્રસાર થાય તે હેતુથી સૌપ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંતર્ગત આજે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પ્રથમ વખત “સૂર્ય નમસ્કાર” સ્પર્ધા યોજાય હતી. કુલ 4 તબ્બકામાં સ્પર્ધા યોજાવાની છે. જેમાં પ્રથમ તબક્કામાં વોર્ડ કક્ષાએ ” સૂર્ય નમસ્કાર ” સ્પર્ધા યોજાઈ હતી.