રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ફરવાના સ્થળે આવવા અને જવા માટે બસ સેવા શરૂ કરવામાં આવીછે. તેમજ આ બસ શહેરના ત્રિકોણબાગ થી શરુ કરી રામકૃષ્ણ આશ્રમ, બેબી ડોલસ મ્યુઝિયમ, સ્વામીનારાયણ મંદિર, ઇશ્વરિયા પાર્ક, રીજીનલ સાયન્સ સેન્ટર, અટલ સરોવર, જયુબેલી વોટ્સન મ્યુઝિયમ, ગાંધી મ્યુઝિયમ, આજી ડેમ , રામ વન, પ્રદ્યુમન પાર્ક થઈ ત્રિકોણ બાગ પરત ફરશે. આ સાથે આ બસ સેવા રાજકોટ આવેલ સહેલાણીઓ માટે સુવિધા યુક્ત બની રહેશે. તેમજ બસ સવારે 9.30 કલાકે ઉપાડી બપોરે 4.30 કલાકે પરત ફરશે. જેમાં બસનું પ્રવાસ ભાડું 12 વર્ષ સુધીના માટે 35 અને પુખ્ત વયના નાગરિક માટે 50 રૂપિયારહેશે.