રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. સ્ટેન્ડિંગ બેઠકમાં 38 દરખાસ્તો રજૂ કરાઈ હતી જે તમામ મંજૂર કરાઈ છે. કુલ ₹ 50 કરોડ 47 લાખથી વધુના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા જણાવ્યું હતું કે કુલ ₹ 14 કરોડ 79 લાખ 30 હજાર ની આવક મહાનગરપાલિકાની ટાઉનશિપમાં આવેલ દુકાનોની વહેંચણી માંથી થઈ છે.ગ્રીન રાજકોટ માટે મિયાવાકી પદ્ધતિ માટેની દરખાસ્ત મંજુર કરાઈ છે, આ સાથે જ મોટા મૌવાનો જર્જરિત બ્રિજને પણ તાત્કાલિક સમારકામ માટેની દરખાસ્ત મંજુર કરાઈ છે.