રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓની આજે પહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં કુલ 47 દરખાસ્ત રજૂ કરાય. જેમાંથી 5 દરખાસ્ત પેન્ડિંગ રખાય. અને 42 દરખાસ્તને બહાલી અપાઈ. કુલ રૂપિયા 30 કરોડ 71 લાખના વિકાસના કાર્યોને બહાલી આપવામાં આવી હતી. લાંબા સમયથી રાજકોટ મહાનગરપાલિકાના યુનિયનના સ્ટાફ સેટઅપ પ્રશ્નો સહિત ભરતી કે બઢતીના નિયમોમાં ફેરફાર અંગે સકારાત્મક નિર્ણય સ્ટેન્ડિંગ બેઠકમાં લેવાયા હતા. વોર્ડ 18માં પાણીની સુવિધા વધારવા ડી.આઈ.પાઇપલાઈન નાખવા મંજૂરી મળી હતી. રાજકોટ શહેરની જાહેરાત એજેન્સીઓના ટેન્ડર મંજુર કરાયા, જેથી મહાનગરપાલિકાને વાર્ષિક રૂપિયા 4.50 કરોડથી વધુ આવક થશે. પેન્ડિંગ દરખાસ્તની વાત કરીએ તો મોટા મોવાની લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ, ભયગ્રસ્ત મકાનોનું નિરીક્ષણ માટે એન્જિનયરિંગની નિમણુક અંગેની દરખાસ્ત, લાઈટ હાઉસ ખાતે કોમ્યુનિટી હૉલની ડિપોઝિટ અને ભાડાના દર નિયત કરવા અંગેની દરખાસ્ત, વોર્ડ નં.11 અને વોર્ડ નં.12માં ડ્રેનેજ પાઇપલાઇનની કામગીરી, હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ઇકોનોમિક સર્વે કરવા એજન્સીની નિમણુક અંગેની દરખાસ્ત પેંડીંગ રાખવામાં આવી છે.