રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નાકરાવાડી ડમ્પિંગ યાર્ડ ખાતે આજે સવારે રૈયા ધાર આરટીએસ ખાતેથી ખાલી કરવા આવેલ હુક લોડર પલટી ખાઈ જતા મોટો અકસ્માત સર્જાઈ ગયો છે જેમાં અંદર બેઠેલ ડ્રાઇવરને ઈજા થયેલ છે જ્યારે ત્યાં કચરો વીણવા માટે ઊભા રહેતા 100 થી વધારે લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.