રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર ભારતમાં આરોગ્યની વિવિધ યોજનાઓનો વ્યાપ વધારવા માટે આજે રાજકોટમાં શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયુષ્માન ભવ: કાર્યક્રમનો મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો.તેમજ આયુષ્યમાન ભવ: સેવા પખવાડિયામાં તા.17 થી 2-10 વિવિધ યુપીએચસી દ્વારા વિવિધ વોર્ડમાં આરોગ્ય કેમ્પ પ્રથમ આગામી રવિવારે તેમજ ત્યારબાદ દર શનિવારે યોજવામાં આવશે. આ કેમ્પમાં પીએમજય કાર્ડ, આભા કાર્ડ અને આરોગ્યની વિવિધ યોજનાઓના લાભ પણ આપવામાં આવશે. આ ઉપરાંત અંગદાન શપથ અને સ્વચ્છતા અભિયાન તથા રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવશે.ત્યારે આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, વિવિધ આરોગ્યલક્ષી કાર્ડ અને આરોગ્યની વિવિધ યોજનાઓના લાભ પણ આપવામાં આવશે. તેમજ અંગદાન શપથ અને સ્વચ્છતા અભિયાન તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે
આ પ્રસંગે ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીનભાઈ ઠાકર, કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ તથા અધિકારીઓ, સભ્યો હાજર રહ્યા હતા. નાયબ આરોગ્ય અધિકારી ડો.ભૂમિ કામાણીએ સ્વાગત કર્યુ હતું. ટી.બી. મુકત અભિયાનમાં સેવાકીય કામગીરી બદલ સંસ્થાને પ્રમાણપત્ર અપાયા હતા.