રાજકોટ મનપા દ્વારા પવિત્ર રામનાથ મહાદેવ મંદિરે મહાસફાઈ અભિયાન હાથ ધરાયુ હતું મંદિરની આસપાસ તેમજ આજી નદીમાંથી ગંદકી દૂર કરવામાં આવી હતી મંદિર આસપાસ નદીના પટમાં બુલડોઝર મારફત પણ સફાઈ કરવામાં આવી હતી મંદિર આસપાસ મહિનામાં 4 વખત ફરજીયાત બુલડોઝર ફેરવી મહા સફાઈ અભિયાન હાથ ધરવા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આદેશ કરવામાં આવ્યો છે આ અંગે પરિપત્ર જાહેર પણ જાહેર કરવામાં આવશે સફાઈ કર્મીઓ દ્વારા દરરોજ મંદિર આસપાસ ફરજીયાત સફાઈ કરવા આદેશ કરવામાં આવ્યો છે