રાજકોટશહેરના સર્વેશ્વર ચોકમાં વોંકળો ધસી પડવાની દુર્ઘટનામાં ફરીયાદ દાખલ કરવા અને જવાબદારો સામે પગલાઓ ભરવા બાબતે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ કા.પ્રમુખ સંજય અજુડીયા, પૂર્વ વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, અતુલ રાજાણીની આગેવનીમાં આજે બપોરે ફરી મહાપાલિકા કચેરીએ ભાજપ હાય હાય સહિતના ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેથી પોલીસે કોંગી નેતાઓ સહિત રપ જેટલા આગેવાનો અને કાર્યકરોની ધરણા વચ્ચેથી અટકાયત કરી હતી. ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં 42 લોકોને ગંભીર ઈજાઓ અને એક મહિલાનું મૃત્યુ થયુ હતું જે અંગે કોંગ્રેસની અનેક રજુઆત છતાં ઘટના સમયે મગરના આંસુ શારતા મ. ન .પા. ભાજપ ના શાસકોને આ ઘટનાના જવાબદાર ભૂતકાળ ના ભાજપ શાસકોના પગ નીચેે રેલો આવતો દેખાતા આ ગોઝારી ઘટનાની તપાસનુ ફીડંલુ વાળી દેવામા આવ્યુ છે. બિલ્ડરો સાથે મળી વોકંળા વેચવાના ઠરાવને સાચો ઠરાવવા આ ઘટનામા પોલીસ ફરિયાદ નોંધાવવાની તસ્દી પણ લીધી નથી કે આ ઘટનાના જવાબદાર મ.ન પા ના અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઇ નથી. જેથી કોંગ્રેસ દ્વારા આજરોજ મ.ન.પા કમિશ્નર સામે ઉગ્ર સુત્રોચ્ચારો, પોસ્ટરો સાથે દેખાવો યોજી ન્યાયિક તપાસ ની માંગ સાથે ધરપકડો વહોરવામા આવી હતી.આ આગેવાનોએ અંતમાં કહ્યું છે કે, સર્વેશ્વર ચોકની ઘટનામાં પણ કમિશનર ફરજ ચુક્યા છે. કોંગ્રેસ આ વાત લોકોને સમજાવવા માટે અને જવાબદાર સામે પગલાં લેવા માટે માંગણી કરી રહી છે. જો હજુ તાત્કાલિક પગલાં લેવામાં નહી આવે અને તપાસ રીપોર્ટ જાહેર કરવામાં નહી આવે તો ભવિષ્યમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપીને આ મુદ્દો લોકો સમક્ષ લઇ જવામાં આવશે તેવી ચીમકી પણ અંતમાં આપવામાં આવી છે