રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પ્રદ્યુમન પાર્ક, રામવન, એથ્લેટીક્સ ટ્રેક સહિતનાં સ્થળે તોતીંગ ભાવવધારો કરવાની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જોકે, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પ્રજાને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ભાવ વધારા અંગેની તમામ દરખાસ્તો નામંજૂર કરવામાં આવતા હવે જૂનો ભાવ યથાવત રહેશે. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ આજની બેઠકમાં કુલ 63 જેટલી દરખાસ્તો આવી હતી. જે પૈકી બે દરખાસ્તો નામંજૂર કરવામાં આવી છે.