રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
રસ્તા પર નડતર રૂપ ૧૫ રેકડી/કેબીન તે પુષ્કરધામ રોડ,સાધુવાસવાણે રોડ હોકર્સ ઝોન, લક્ષ્મિનગર રેલ્વે જંકશન રોડ,પરાબજાર,રેસકોર્ષ ગ્રાઉન્ડ,હોસ્પિટલ ચોક,લાખાજીરાજ રોડ,સાંગણવા ચોક પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૫૧ પરચુરણ ચીજ વસ્તુઓ જે ૮૦ફુટ રોડ કુવાડવા રોડ,હિંગળાજ ચોક અમિન માર્ગ,રેસકોર્ષ ગ્રાઉન્ડ,હોસ્પિટલ ચોક,હવેલી ચોક,ગુંદાવાડી,ધર્મેન્દ્ર રોડ,આહિર ચોક,ગ્રિનલેન્ડ ચોકડી,આશ્રમ રોડ પરથી જપ્ત કરવામાં આવેલ., ૫૦ કિલો શાકભાજી/ફળ આનંદ બંગલા ચોક,ઢેબર રોડ વન-વે,યુનિ.રોડ,જ્યુબેલી રોડ પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ.૪૯,૮૬૫/-મંડપ કમાન છાજલી ચાર્જ તે યુનિ.રોડ,પુષ્કરધામ રોડ,રૈયા રોડ,મવડી મેઈન રોડ હોકર્સ ઝોન પરથી વસુલ કરવામાં આવ્યો હતા, રૂ.૫૬,૮૦૦/- વહિવટી ચાર્જ તે કાલાવડ રોડ,મવડી રોડ,સાધુવાસવાણી રોડ,લક્ષ્મિનગર,આહિર ચોક,પારુલ ગાર્ડન,કોઠારીયા રોડ,સંતકબિર રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો ૪૫૩ બોર્ડ-બેનર તે રેષકોર્ષ, ટાગોર રોડ, ૧૫૦ ફુટ રિંગ રોડ,કોઠારીયા રોડ,પેડક રોડ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.
વિગત સંખ્યા/રકમ
રેકડી/કેબીન ૧૫
પરચુરણ માલ-સામાન ૫૧
શાકભાજી/ફળ ૫૦
મંડપ-કમાન છાજલી રૂ.૪૯,૮૬૫/-
વહિવટી ચાર્જ રૂ.૫૬,૮૦૦/-
બોર્ડ-બેનર ૭૦૬