રાજકોટ મહાનગરપાલિકાના GIS સર્વરમાં શંકાસ્પદ સાયબર ઍક્ટિવિટી નોંધાતા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. આ સર્વરમાં નાગરિકોની વ્યક્તિગત માહિતી અને સરકારી કામગીરીના મહત્વના રેકોર્ડ્સ સ્ટોર કરવામાં આવે છે, ત્યારે આ પ્રકારની શંકાસ્પદ એક્ટિવિટીના કારણે આ માહિતીની સુરક્ષા સામે પ્રશ્ન ઊભો થયો છે. આશંકા છે કે, આ શંકાસ્પદ એક્ટિવિટીમાં 400 GBથી વધુ ડેટા ચોરી લેવાયો હોઈ શકે છે. જોકે, ડે. કમિશનરે ડેટા સલામત હોવાની બાંહેધરી આપીને સર્વરમાં થયેલી શંકાસ્પદ એક્ટિવિટી અંગે BSNL સહિતની એજન્સીઓને તપાસ સોંપવામાં આવી છે, જેનો રિપોર્ટ એકાદ અઠવાડિયામાં સામે આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે.