રાજકોટ મનપાએ નાણાકીય વર્ષની શરૂઆતમાં વેરા વસૂલાતમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. કોર્પોરેશન દ્વારા એડવાન્સ વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને પ્રથમ મહિનામાં જ મોટી સફળતા મળતા માત્ર 1 મહિનામાં જ રૂપિયા 120 કરોડથી વધુની જંગી આવક થઈ છે.. ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકાએ બાકી વેરાધારકોને આખરી અલ્ટીમેટમ આપ્યું છે. અને જણાવ્યું છે કે મિલકત વેરો નહીં ભરનારા આસામીઓ એક વખતની સમાધાન યોજના હેઠળ તાત્કાલિક વેરો ભરી દે. મનપાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વેરો ભરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને મિલકત જપ્તી સુધીના પગલાં પણ લેવામાં આવશે. હાલમાં વેરા પર વ્યાજ અને દંડમાં રાહત આપવામાં આવી છે, જેથી વેરાધારકો આ યોજનાનો લાભ લઈને પોતાનો બાકી વેરો ભરી શકે અને કાયદેસરની કાર્યવાહીથી બચી શકે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -