33 C
Ahmedabad
Tuesday, May 20, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મનપાના ઢોર ડબ્બામાં ડઝન પશુના મોતથતાં ભૂખના કારણે જીવ ગયાનો અને બેદરકારીનો આરોપ…


રાજકોટ મ્યુનિસપલ કોર્પોરેશનના ભાવનગર રોડ પર અમુલ સર્કલ પાસે આવેલા અને સંસ્થાને સોંપવામાં આવેલા ઢોર ડબ્બામાં વરસાદી માહોલ વચ્ચે બિમારીના કારણે આજે 10 થી 15 ગાયના બેદરકારીથી મૃત્યુ થયાનો આક્ષેપ કોંગી આગેવાનોએ કર્યો છે. ભુખ અને બિમારીના કારણે ગાય તથા વાછરડાના મૃત્યુ થયાનું આગેવાનોએ જણાવ્યું હતું તો મનપા અધિકારીઓએ આ રીતે રોજ ચાર-પાંચ બિમાર ગાય મૃત્યુ પામતી હોવાનું કહ્યું છે. જુદા જુદા વિસ્તારમાંથી રોજ પકડાતા પશુઓને આ ઢોર ડબ્બામાં મુકવામાં આવે છે.તેમજ ગત ઓકટોબર મહિનામાં મનપાએ આ ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટને સોંપ્યું છે. આ ડબ્બામાં બિનવારસી ગાયો અને વાછરડાને સાચવવામાં આવે છે. આજે એકાએક આ ઢોર ડબ્બામાં ગાયોના મૃત્યુ થયાની જાણ થતા કોંગી આગેવાનો પહોંચ્યા હતા. ત્યાંથી અગ્રણી રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે 10 થી 15 ગાયના મૃત્યુ થયા હતા. આ ઢોર ડબ્બામાં પાણી, નિરણની પૂરતી વ્યવસ્થા નથી અને પશુને રોજ 20 કિલોથી પણ વધુ નિરણની સામે માત્ર એક કિલો મળતું હોય આ ઘટનાઓ બનતી હોય છે.તેમજ ઢોર પકડતી વખતે ગાયોને ઇજા થતી હોય, આ જ હાલતમાં અહીં રાખવામાં આવે છે. માલધારી ગાય છોડાવવા જાય ત્યારે ગૌશાળા મોકલી દેવાયાના જવાબ આપવામાં આવે છે.મનપાના ઢોર ડબ્બામાં પશુ ચિકિત્સકની જગ્યા પણ છે. છતાં બિમાર ગાયોની પૂરતી સારવાર થતી નથી. જીવદયા ટ્રસ્ટ સંચાલન કરે છે. પરંતુ મનપાની જવાબદારી મુખ્ય છે. આવી બેદરકારીથી ગાયના મૃત્યુ થયા તે માટે તપાસની પણ માંગણી કરી છે. દરમ્યાન વેટરનીટી ઓફિસર ડો.ઝાકાસણીયાએ જણાવ્યું હતુંકે બીમાર ગાયોને પણ અહીં સાચવવામાં આવતી હોયહોવાથી બીમારીના કારણે અવારનવાર મૃત્યુ થાય છે. મનપા તેની નિયમ મુજબ અંતિમવિધિ કરે છે. અનેક કેસમાં પ્લાસ્ટીક ખાવાના કારણે ગાયો બીમાર પડતી હોવાનું નિદાન થાય છે. ગત ઓકટોબરમાં આ ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટને સોંપવામાં આવેલું છે. બે દિવસમાં 11 ગાયના મૃત્યુ થયા છે. આ જગ્યાએ વધુ એક છાપરાની વ્યવસ્થા કરવામાં આવનાર છે. તમામ ઢોરને પુરતુ નિરણ આપવામાં આવે છે અને હાલ ઢોર ડબ્બામાં 1750નો સ્ટોક છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -