24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના દરોડા


રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી કે.જે.સરવૈયા દ્વારા તા.24-09-2012 ના રોજ ‘જલિયાણ ફરસાણ’ સ્થળ: બદ્રીનાથ કોમ્પ્લેક્ષ, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ મુકામેથી ‘તીખી સેવ(લુઝ)’ નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત સિન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો ”અનસેફ ફૂડ” જાહેર કરવામાં આવેલ. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં નામદાર મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાન લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ શ્રીમતી નેહાબેન ટી. કારીયા સાહેબે નીચે મુજબના જવાબદારને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 ની કલમ -59 હેઠળ તકસીરવાન ઠરાવી રવિકુમાર નંદલાલ જોબનપુત્રા (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને 20 દિવસની સાદી કેદ તથા રૂ.25,000/- (પચીસ હજાર)ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 20 દિવસની કેદની સજાનો હૂકમ કરેલ છે. આ કામે રાજકોટ મહાનગરપાલિકા તરફે વિદ્વાન વકીલશ્રી ડી.આર.રાવલ રોકાયેલ હતા.

સર્વેલન્સ ચેકિંગ દરમિયાન “ક્રિષ્ના રેસ્ટોરન્ટ”, સ્થળ:- સત્યસાંઇ હોસ્પીટલ સામે, સત્યસાંઇ રોડ, રાજકોટની તપાસ કરતાં વાસી આખાધ્ય મંચુરિયન 04 કી.ગ્રા. સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -