આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે નિર્માણ પાની રહેલા રામ મંદીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. એવામાં દેશભરમાં રામમંદિરને ઉત્સાહનો માહોલ છવાયો છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા રામમંદિર વિથ સેલ્ફી રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે રથને આજે સંગઠન મંત્રી રત્નાકરજીના હસ્તે પ્રસ્તાન કરાવામાં આવ્યો હતો. જે આગામી દિવસોમાં શહેરના તમામ વોર્ડમાં ફરશે અને લોકોને રામ મંદિર દર્શન માટેનું નિમંત્રણ પાઠવશે.