શહેરના સુખરામનગરમાં ડીજે વગાડવા બાબતે પટેલ-બોરીચા જૂથ વચ્ચે પથ્થરોના છુટા ઘા થયા હતા. તેમાંજ એક મહિલાને ઇજા થઈ હતી. જેમાં રઘા પટેલના ઘરમાં દશામાંનું મંદિર હોવાથી ત્યાં અષાઢી બીજ નિમિત્તે ધ્વજા ચડાવવાનો પ્રસંગ હતો જેથી ડીજે સાથે ફુલેકુ નીકળું હતું. પણ પાડોશી જીવણ બોરીચાએ ડીજે બંધ કરવાનું કહેતા માથાકૂટ થઈ હતી. તેમાંજ તોડફોડમાં આશરે 15000નું નુકસાન થયું હતું. તેમાંજ સમગ્ર ઘટનાની જાણ ભક્તિનગર પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસ નો કાફલો દોડી આવ્યો હતો તેમાંજ પોલીસે બન્ને પક્ષે ધરપકડની તજવીજ કરી હતી.