રાજકોટ બેડીનાકા ખત્રીવાડ વિસ્તાર ખાતે ગંદકીના ગંજસામે આવ્યા છે જેમાં સિટિ ન્યુઝ સાથે વાતચીત કરતાં લોકો એ જણાવ્યું હતું કે નદીના પટમાં મરેલા પશુઓ અને કચરોફેકવામાં આવે છે. જેથી ત્યાંના સ્થાનિકના ઘરે ઘરે મેલેરીયાનાખાટલા છે. તેમજ કોપરેટરથી કમિશનર સુધી અનેકવાર રજૂઆત કરવા છતાંકોઈ પગલાં લેવામાં આવતા નથી. જેથી લતાવાસીઓનો ભારે રોષપણ જોવા મળ્યો હતો. આ સાથે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથીઆજી નંદીના પટમાં મરેલા ધોડાનો મૃત્યુ દેહ હોવાની જાણ તંત્રને કરવામાં આવી હોવા છતાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.