32.8 C
Ahmedabad
Sunday, May 18, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં થયેલ રિ કાઉન્ટીગ બાદ પ્રમુખપદે બકુલ રાજાણીની આગેકૂચ


રાજકોટ બાર એસોસિયેશનની ચુંટણીમાં ગઈકાલે રાત્રે બે વાગ્યે જાહેર થયેલ પરિણામમાં બકુલ રાજણીને 79 મતોની લીડ મળ્યા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની જગ્યા માટે થયેલ રિ કાઉન્ટીગની અરજી બાદ આજે સવારના 11 વાગ્યા ફરી મત ગણતરી 1100 મતોના રાઉન્ડથી શરૂ કરાઇ હતી. જેમાં  ફરી વખત બકુલ રાજાણી સતત આગળ જઈ રહ્યા હતા. દરેક રાઉન્ડમાં બકુલભાઈની લીડ સમરસ પેનલના ઉમેદવાર કમલેશભાઇ શાહ કાપી નહીં શકતા છેલ્લા રાઉન્ડના અંતે બકુલભાઈ રાજાણીને 81 મતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઉપપ્રમુખની જગ્યા માટે પણ સુરેશભાઇ ફળદુ અને સિદ્ધરાજસિંહ જાડેજા વચ્ચે થયેલ ફેર ગણતરીમાં બંને ઉમેદવાર માટે પણ 1100 મતના રાઉન્ડની ગણતરી શરૂ કરવામાં આવી જેમાં  બંને ઉમેદવાર વચ્ચે નજીવા માટે દરેક રાઉન્ડ દરમિયાન ચડઊતર રહ્યા બાદ છેલ્લા રાઉન્ડમાં અંતે ઉપપ્રમુખ પદના ઉમેદવાર સુરેશ ફળદુ 17 મતે  વિજેતા જાહેર થયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -