રાજકોટ: આનંદ બંગલા ચોક નજીક અશોક ગાર્ડન સામે રાજકમલ સ્ટીલ અને ફર્નિચર શો રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સવારના 11.15 વાગ્યા આસપાસ શોરૂમમાં માણસો કામ કરી રહ્યા હતા તે દરમિયાન શોટ સર્કિટ થતા આગ લાગવા પામી હતી. તેમજ ફર્નિચર શોરૂમ અને ગોડાઉન હોવાથી અંદર પડેલ ફોર્મ, કેમિકલ અને લાકડાની વસ્તુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સાથે બનાવની જાણ થતા મવડી ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ ગોડાઉનમાં અંદાજિત 60થી 70 લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. આ ઉપરાંત આગ એટલી વિકરાળ હતી કે એક કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગાટો જોવા મળી રહ્યા હતા. તેમાંજ ફર્નિચરના ગોડાઉનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી આગ લાગી હતી. તેમાંજ કંપનીમાં કામ કરતા તમામ 60 લોકોને સુરક્ષિત કરવામાં આવ્યા હતા. આ સાથે ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગની ચપેટમાં કર્મચારીઓનાં વાહનો પણ બળીને ખાખ થયા હતા. તેમાંજ વિકરાળ ભીષણ આગને કારણે આસપાસમાંથી લોકોનાં ટોળાં પણ એકત્ર થઈ ગયાં હતા.
રાજકોટ: ફર્નિચરના ગોડાઉનમાં આગ લગતા 1 કિમી દૂર ધુમાડૉ દેખાયો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -