ફજેત–ચકરડીનાં ધંધાર્થીઓ હરરાજીમાં ભાગ લેવા માટે તૈયાર થતા આજે વહીવટી તંત્ર દ્વારા 85 અરજીમાંથી 44 યાંત્રીક રાઈડ પ્લોટ હોવાથી આ 44 પ્લોટની હરાજી કરાઇ હતી. જેમાં ધંધાર્થીઓની માંગમાં સ્વીકૃતિ મળતા ચકરડીનાં ભાવમાં રૂ. 10નો વધારો થતાં મોટી ચકરડીનાં 30 માંથી 40 રૂપિયા તેમજ નાણી ચકરડીનાં 20 માંથી 30 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ચકરડીઓ ચલાવવાનો આદેસ પણ કરવામાં અવાયો હતો.