રાજકોટમાં પ્રદૂષણઓકતી સિટિ બસના વિડિયોસામે આવતા આર એમ સી કમિશનરઅને ટ્રાફિક પોલીસની બેદરકારી પણ સામે આવી છે. જેથી તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. એક તરફ રાજકોટના લોકો પાસે થી ટ્રાફિક પોલીસદ્વારા દંડ ફટકારવામાં આવે છે પરંતુ બીજી તરફ પ્રદૂષણ ઓકતીસિટિ બસને ડિટેન કરવામાં આવતી નથી. તેમજ પ્રદૂષણ ઓકતા વાહનો સામે કોઈ પણ પગલાં લેવામાં ન આવતા રાજકોટમાં પ્રદૂષણ ઓકતા વાહનોનું પ્રમાણ પણ હાલ વધતું જોવા મળ્યું છે. જે શહેરી જનો માટે ગંભીર સમસ્યારૂપ સાબિત થયું છે…